Festival of India : Baisakhi : ભારતના તહેવાર: બૈસાખી
Festival of India : Baisakhi : ભારતના તહેવાર: બૈસાખી Preview

Festival of India : Baisakhi : ભારતના તહેવાર: બૈસાખી

  • Wed Nov 09, 2016
  • Price : 50.00
  • Diamond Books
  • Language - Gujarati
This is an e-magazine. Download App & Read offline on any device.

બૈસાખીનો તહેવાર શીખ સમુદાયના દસમા અને અંતિમ ગુરુ ગોવિંદ સિંહ દ્વારા 'ખાલસા' પંથની સ્થાપનાની સ્મૃતિમાં મનાવવામાં આવે છે. વસંતના આગમન અને રવી પાક તૈયાર થવા પર ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરવી પણ આ તહેવારના આયોજનનું એક કારણ છે.

બૈસાખી ભક્તિ અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવતો તહેવાર છે. આ દિવસે ભક્તજન સવારમાં ગુરુદ્વારાઓમાં અરદાસ (પ્રાર્થના) કરવા જાય છે. ગુરુદ્વારાઓમાં ગુરુગ્રંથ સાહેબથી જાપ, કીર્તન અને અરદાસનું આયોજન કરવામાં આવે છે. એના પછી ભક્તોને અમૃત પીવા માટે આપવામાં આવે છે. બધા ભક્ત કોઈ ભેદભાવ વગર એક સાથે નીચે બેસીને ગુરુનું લંગર (ભોજન) ગ્રહણ કરે છે.

બૈસાખીનો તહેવાર સામાજિક સંબંધોને દૃઢ કરે છે અને સમસ્ત જાતિ-સમુદાયોને આપસમાં જોડીને એમનામાં એકતાનો ભાવ ઉત્પન્ન કરે છે.