Divya Gyan Prakash (Gujarati)
Divya Gyan Prakash (Gujarati)

Divya Gyan Prakash (Gujarati)

This is an e-magazine. Download App & Read offline on any device.

Preview

વસ્તુતઃ આખા જગત તથા વ્યકિતગત સુખશાંતિ, પ્રગતિ તેમજ સમૃદ્ધિનો એકમાત્ર આધાર ધર્મ જ છે. માનવમાં આ ત્તત્વ સમાયેલું રહે, તેના માટે ધર્મનું અવલંબન જરૂરી છે. અને ધાર્મિકતાનું અવલંબન કયારેય ખોટનો સોદો રહ્યો નથી અને રહેશે નહીં. માનવજાતિની પ્રગતિ ધર્મના કારણે જ સંભવ થઈ શકે છે. જયારે-જયારે પણ માનવ ધર્મથી પાછળ રહી ગયો, ધર્મને ન સમજતાં અધર્મના માર્ગ પર ચાલ્યો, ત્યારે-ત્યારે માનવજાતિનો વિનાશ થયો છે. માનવ જીવનની સ્થિરતા ધાર્મિક સિદ્ધાંતો  પર જ ટકી રહી છે. તેથી સમાજનું અસ્તિત્વ પણ ત્યારે ખતરામાં પડે છે જયારે તેની પાછળ અધાર્મિકતા અને અનૈતિકતા હોય છે. કોઈપણ સમયે માનવીય એકતા અને અખંડતાને માટે મુખ્ય જરૂરિયાત છે ધર્મની.