Jai Hind Newspaper
Jai Hind Newspaper

Jai Hind Newspaper

  • બે કરોડના કેશલેસ કારોબાર ઉપર ટેકસમાં બે ટકા રાહત
  • Price : Free
  • Jai Hind
  • Language - Gujarati
  • Published daily
This is an e-magazine. Download App & Read offline on any device.

ડિજિટલ ઇકોનોમીની દિૃશામાં વધુ એક મહત્વપ્ાૂર્ણ પગલું લઇન્ો સરકારે આજે નાના કારોબારીઓ અને વેપારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરી હતી. સરકારે આજે જાહેરાત કરી હતી કે, બ્ો કરોડ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા કારોબારી જો ડિજિટલ ટ્રાન્ઝિક્શન કરશે તો ત્ોમની અંદૃાજિત આવક આઠ ટકાના બદૃલે છ ટકા કરવામાં આવશે અન્ો આના ઉપર ટેક્સ આપવાની જરૂર પડશે. જેટલીએ કહૃાું હતું કે, બ્ો કરોડ પર ચેક અથવા ડિજિટલ મોડથી પ્ોમેન્ટ ટ્રાન્ઝિક્શન પર આવક છ ટકા એટલે કે ૧૨ લાખ રૂપિયા ગણાશે જ્યારે ડિજિટલ પ્ોમેન્ટ નહીં કરવાની સ્થિતિમાં આવક આઠ ટકા એટલે કે ૧૬ લાખ રૂપિયા ગણાશે એટલે કે ડિજિટલ કારોબાર નહીં હોવાની સ્થિતિમાં અંદૃાજિત આવક આઠ ટકા ગણાશે. સાથે સાથે નાણામંત્રીએ લોકોન્ો સલાહ આપી હતી કે, જો ત્ોની પાસ્ો જુની નોટ છે તો ત્ો પોતાના બ્ોંક ખાતામાં એક વખતમાં જ તમામ રકમ જમા કરી દૃે. કારણ કે, વારંવાર જુની નોટ જમા કરવાની સ્થિતિમાં શંકા ઉભી થાય છે. આ ઉપરાંત નાણામંત્રીએ ભારપ્ાૂર્વક કહૃાું હતું કે, આરબીઆઈ પાસ્ો પુરતા પ્રમાણમાં પ્ૌસા અને રોકડ રહેલી છે. પત્રકાર પરિષદૃન્ો સંબોધતા જેટલીએ બ્ો કરોડ રૂપિયા સુધીના ટર્ન ઓવરવાળા નાના કારોબારીઓ માટે ડિજિટલ પ્ોમેન્ટ લેવા પર બ્ો ટકા ટેક્સ છુટની જાહેરાત કરી હતી. ત્ોમણે કહૃાું હતું કે, બજેટમાં આવા કારોબારીઓની અંદૃાજિત આવક આઠ ટકા ગણવામાં આવી હતી. મતલબ એ થયો કે, બ્ો કરોડના ટર્ન ઓવર પર ૧૬ લાખ રૂપિયા રહેશે. હવે નાના કારોબારીઓન્ો ડિજિટલ ઇકોનોમીની તરફ લઇ જવા માટે અંદૃાજિત આવક આઠ ટકાના બદૃલે છ ટકા ગણવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શરત એવી છે કે, બિઝન્ોસ ટ્રાન્ઝિક્શન ડિજિટલ અથવા તો ચેક મારફત્ો કરવામાં આવે. આ પ્રકારે ત્ોમની ઇન્કમ ૧૨ લાખ રૂપિયા થશે જેના ઉપર ટેક્સ આપવામાં આવશે. જેટલીએ કહૃાું હતું કે, આ સંબંધમાં કાયદૃામાં ફેરફાર કરવામાં આવી ચુક્યા છે. આ ઉપરાંત દૃેશભરમાં બ્ોિંંકગ અધિકારીઓ ઉપર થઇ રહેલી કાર્યવાહીન્ો લઇને પુછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં નાણામંત્રીએ કહૃાું હતું કે, ગ્ોરરીતિ કરનાર બ્ોંકરો ઉપર કઠોર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્ોમણે ઉમેર્યું હતું કે, તમામ સરકારી એજન્સીઓ ઉપરાંત બ્ોંકોએ પોતાના સ્તર ઉપર તપાસ કરાવીન્ો કાર્યવાહી કરી છે. ખાસ કરીન્ો એક્સિસ બ્ોંકના સંબંધમાં જેટલીએ કહૃાું હતું કે, બ્ોંકે પોતાના કર્મચારીઓ સામે પગલા લીધા છે. નાણામંત્રીએ ફરીએકવાર કહૃાું હતું કે, આરબીઆઈએ નોટબંધીન્ો લઇન્ો સંપ્ાૂર્ણપણે ત્ૌયારી કરી હતી. કોઇપણ પ્રકારની દૃુવિધા ન હતી. જેટલીએ એમ પણ કહૃાું હતું કે, અમે સંપ્ાૂર્ણપણે ત્ૌયાર છીએ. આરબીઆઈએ બ્ોંકોન્ો નિયમિતપણે અને દૃરરોજ પુરતા પ્રમાણમાં પ્ૌસા મોકલ્યા છે. આજે પણ આરબીઆઈ પાસ્ો એટલી રોકડ રકમ છે જે ૩૦મી ડિસ્ોમ્બર નહીં પરંતુ ત્યારબાદૃ સુધી પુરતી રકમ છે. જેટલીએ ઉમેર્યું હતું કે, જુની નોટની લેવડદૃેવડની તમામ છુટછાટો પરત લેવામાં આવી ચુકી છે. ત્ોમણે ઉમેર્યું હતું કે, હવે કોઇપણ એવી જગ્યા નથી જ્યાં જુની નોટો લઇ શકાય છે. અત્રે નોંધનીય છે કે, નોટબંધી બાદૃથી કેટલીક જગ્યાઓ ઉપર અને ખાસ કરીન્ો જીવન જરૂરી સ્ોવાઓમાં જુની નોટ સ્વિકાર કરવા માટે છુટછાટ આપવામાં આવી હતી જે ગયા સપ્તાહમાં પરિપ્ાૂર્ણ કરી લેવામાં આવી છે. દૃરમિયાન પાંચ હજાર રૂપિયાથી વધુની જુની નોટ જમા કરવાન્ો લઇને સરકારની નવી શરતોનો મામલો કોર્ટમાં પહોંચી ચુક્યો છે. આને લઇન્ો સુપ્રીમ કોર્ટમાં એક અરજી પણ દૃાખલ કરવામાં આવી ચુકી છે. સરકારનું કહેવું છે કે, જો બ્ોિંકગ અને ડિજિટલરીત્ો પ્ોમેન્ટ સ્વિકારવામાં આવશે તો બ્ો કરોડ સુધીના ટર્નઓવર પર ઓછા ટેક્સની રકમ ચુકવવી પડશે. આનાથી નાના કારોબારીઓને સીધીરીત્ો ફાયદૃો થશે. જેટલીએ ઉમેર્યું હતું કે, ડિજિટલ ટ્રાન્ઝિક્શન માટે ૩૦ ટકાથી વધુના ટેક્સ લાભ મેળવી શકાય છે.

Jai Hind News Paper is the popular Gujarati newspaper in Gujarat for latest Gujarati News, Breaking News and other news. Get all types of news update of Gujarat from Jai Hind Newspaper.